ઉત્તપમ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટમેટા અને લીલા ધાણા ને સાવ ઝીણા ઝીણા સુધારીલ્યો અથવા ચોપર માં ચોપ કરી લ્યો ને ચપટી મીઠું છાંટી દયો ને ચારણી માં મૂકો જેથી વધારાનું પાણી નીકળી જાય
હવે અડધી ઝૂડી પાલક સાફ કરી ધોઈ ને ગરમ પાણી મા બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી બે મિનિટ રહેવા દઈ પાણી માંથી કાઢી નિતારી ને મિકસર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો ઢોસા નું મિશ્રણ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાલક ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો એમાં તેલ નાખી પેપર નેપકીન થી લૂછી લ્યો ને ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર ઢોસા ના મિશ્રણ માંથી જે સાઇઝ ની સેન્ડવીચ બનાવી છે એ સાઇઝ ના નાના ઉત્તપમ બનાવો એના પર ઝીણા સમારેલા મીઠું નાંખી રાખેલ શાક અને લીલા મરચાનાખો ને તેલ નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર શેકી લેવા
હવે એક પ્લેટ માં તૈયાર એક ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો ને લીલી ચટણી લગાવો એનાપર બીજો ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો લીલી ચટણી અથવા સોસ લગાવો એના પર ત્રીજો ઉત્તપમ મૂકી દયો ને ચાકુથી કટ કરી સોસ ને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઉત્તપમ સેન્ડવીચ