Go Back
+ servings
ફાડા લાપસી બનાવવાની રીત - Fada lapsi recipe in gujarati - Fada lapsi banavani rit

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

આ લાપસી આપણે લોયા માં જ છૂટી કઈ રીતે બનાવીશું એ જોઈશું તો ચાલો જોઈએ ગુજરાતી ફાડા લાપસી બનાવવા ની સરળ રીત, fada lapsi banavani rit, fada lapsi recipe in gujarati
3.75 from 4 votes
Prep Time: 5 minutes
Cook Time: 45 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Ingredients

ગોળની ફાડા લપસી બનાવવા જરૂરી સામગ્રી

  • ૧/૨ કપ ઘી
  • ૧ કપ ઘઉં ના ફાડા
  • ૪ કપ પાણી
  • ૧ તજ નો ટુકડો
  • ૨ એલચી
  • ૩ લવિંગ
  • ૧૦ નંગ કાજુ ના ટુકડા
  • ૫-૬ બદામ ના ટુકડા
  • ૧ કપ ગોળ
  • ૧/૪ ચમચી એલચી પાવડર
  • ૨ ચમચી ખસખસ, કાજુ, પિસ્તા, બદામ ની કતરણ( સજાવા માટે)

Instructions

ફાડા લાપસી બનાવવાની રીત - લાપસી બનાવવાની રીત - Fada lapsi recipe in gujarati - Fada lapsi banavani rit

  • લાપસી બનાવવાની રીત મા સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ઘઉં ના ફાડા નાખો. ઘઉં ના ફાડા ગોલ્ડન કલર નાથાય ત્યાં સુધી શેકો.
  • ગેસની આંચ મધ્યમ તાપે રાખવી.
  • ફાડા ગોલ્ડન બ્રાઉન કલર ના થાય એટલે તેમાં તજ નો ટુકડો , એલચી, લવિંગ,કાજુ ના ટુકડા, બદામ ના ટુકડા નાખી બેમિનિટ બરાબર સેકો.
  • ઘઉં ના ફાડા સેકાય ત્યાં સુધી એક તપેલી માં ૪ કપ પાણી ગરમ કરવા મૂકો . કેમ કે ગરમ પાણીનાખવા થી લપસી જલ્દી તૈયાર થઈ શકે છે
  •  બે મિનિટ પછી ઘઉં ના ફાડા માં થોડું થોડું કરીગરમ પાણી નાખતા જાઓ અને ફાડા ને હલાવતા જાઓ.
  • બધું પાણી નાખી દીધા બાદ તેને  એક ઉકાળો આવે ત્યાં સુધી ઉકળવા દો. ઉકાળો આવેએટલે ગેસ મધ્યમ - ધીમો કરી દો અને લાપસી ને ધીમા તાપે ચડવા દો.
  • વચ્ચે વચ્ચે લાપસી ને હલાવતા રહેવું જેથી કડાઈમાં ચોંટી ન જાય. લગભગ ૨૦-૨૫ મિનિટ પછી લાપસી માં ૧ કપ ગોળ નાખી બરાબર હલાવી લો
  •  ગોળનાખ્યા પછી ૫-૬ મિનિટ માં ગોળ નું પાણી બરી જાય એટલે તેમાં એલચી પાવડર નાખી મિક્સ કરો
  • હવે તેને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો અને તેને ખસખસ, કાજુ, બદામ,પિસ્તા ની કતરણ થી સજાવી પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો