ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સાબુદાણા નાખો ને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એક ચપટી મીઠું નાખી ફરીથી બરોબર પીસી ને પાઉડર કરી લ્યો ને ઝીણી ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં થી એક કપ દૂધ અલગ કરી લ્યો ને બાકી નુંદૂધ ગરમ કરવા મૂકો અલગ કરેલ દૂધ માં પીસી ને રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.
દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી નાખો ને દૂધ પોણા ભાગ નું રહે ત્યાં સુંધી ઉકળવા દયોને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તરીયા માં ચોંટે નહિ દૂધ ઉકાળી ને પોણા ભાગ નું થાયએટલે એમાં કેસરના તાંતણા અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ બે ચમચી સાબુદાણા પલાળેલા મિશ્રણ ના નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
પાંચ મિનિટ ઉકાળ્યા પછી ફરીથી બે ત્રણ ચમચી સાબુદાણા વાળુ મિશ્રણ નાખી નાખી બરોબર મિક્સ કરો ને પાંચ મિનિટ ઉકળવા દયો પાંચ મિનિટ પછી ફરી બાકી રહેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળો ને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી બ્લેન્ડર થી પીસી ને સ્મુથ કરી લ્યો ( બ્લેન્ડર ફેરવવું ઓપ્શનલ છે) બાદ ફરીથી ધીમો ગેસ ચાલુ કરી નાખો.
હવે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને એમાં માખણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ કરી લ્યો કસ્ટર્ડ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી બિલકુલ ઠંડુ ને ચિલ્ડ કરવા મૂકો.