ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાંખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ માં યિસ્ટ એક્ટિવ થઈ જશે
એક વાટકામાં પીગળેલા માખણ માં લસણની પેસ્ટ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરી એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જરૂર લાગે તો આદુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળતા રહો પાંચ મિનિટ પછી એમાં ઘી નાંખી ફરી દસ મિનિટ મસળી નેસોફ ને સ્મુથ બનાવી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં લોટ મૂકી ઢાંકી ને બે કલાક ગરમ જગાએ મુકો
બે કલાક પછી લોટ ફૂલી જસે ત્યાર બાદ ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ પાટલા ને ગ્રીસ લગાવો ને લોટ માંથી એક સરખા સાત ઠ આઠ ભાગ કરી લ્યો ટાયર બાદ એક ભાગ લ્યો એને હથેળી વડે લાંબો કરીલ્યો ને ગાંઠ મારીએ એમ ગાંઠ મારી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકો
આમ એક એક ભાગ લઈ લાંબો રોલ કરી ગાંઠ વડી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકતા જાઓ બધા લોટ ની ગાંઠ બનાવી લીધા બાદ ટ્રે ને ઢાંકી અડધો કલાક મૂકી દયો
અડધો કલાક પછી દૂધ વાળો બ્રશ લગાવી200 ડિગ્રી પ્રિ હિટ ઓવેન્ માં દસ બાર મિનિટ બેક કરી લ્યો ત્યારબાદ બહારકઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી દયો ને મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ.
જો તમે કડાઈ માં મૂકવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ટ્રે મૂકો ને ઢાંકી ને મીડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ બાદ ચેક કરી લ્યો બ્રેડ બરોબર ચડી ગઈ હોય તો બહાર કાઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ