Go Back
+ servings
રબડી ફાલુદા બનાવવાની રીત - Rabdi faluda banavani rit - Rabdi falooda recipe in gujarati

રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit | Rabdi falooda recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રબડી ફાલુદા બનાવવાની રીત - Rabdi faluda banavani rit શીખીશું, ગરમી માં રાત્રે બહાર ફરવા જઈ એત્યારે આઈસક્રીમ શોપ પર કે રેકડીઓ પર ઠંડા ઠંડા શરબત, ગોલા, આઈસક્રીમ ગોલા કે ફાલુદા ગોલા કે રબડી ફાલુદા મંગાવીને મજા લઈએ છીએ હવે એજ રબડી ફાલુદા આપણે ઘરે બનાવી તૈયાર કરી જ્યારે પણ મન થાય ત્યારેમજા લઈ શકીએ છીએ તો ચાલો Rabdi falooda recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
cooling time: 4 hours
Total Time: 5 hours 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 સેવ બનાવવાનું મશીન
  • 1 કડાઈ

Ingredients

રબડી બનાવવા માટેની સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • ¾ ચમચી એલચી પાઉડર

ફાલુદા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ કોર્ન ફ્લોર  / કસ્ટર પાઉડર
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 2 ચમચી ગુલાબ જળ
  • 1 કપ પાણી
  • બરફ ના કટકા
  • ઠંડુ પાણી

રબડી ફાલુદા ગાર્નિશ માટેની સામગ્રી

  • ગુલાબ સીરપ
  • પિસ્તાની કતરણ
  • કાજુ ની કતરણ
  • ટુટી ફૂટી
  • ચેરી
  • પલાળેલા તકમરી ( સબઝા - sabza )
  • વેનીલા આઈસ્ક્રીમ
  • છીણેલો બરફ

Instructions

રબડી ફાલુદા | Rabdi faluda | Rabdi falooda recipe

  • રબડી ફાલુદા બનાવવા સૌ પ્રથમ આપણે રબડી બનાવી ને ઠંડી કરી લેશું ત્યાર બાદ ફાલુદા બનાવી તૈયાર કરી લેશું અને તકમરી (સબઝા)ને પાણી મા પલાળી લેશું

રબડી બનાવવાની રીત

  • રબડી બનાવવા સૌપ્રથમ એક વાસણ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો પહેલા દૂધ ને હલાવતા રહી ઉકાળી લ્યો ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી દૂધ ને ઉકળવા દયો દૂધ ઉકાળી ને પા ભાગનું રહે ત્યાં સુંધી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું
  • દૂધ ઘટ્ટ થઈ જાય અને પા ભાગ ની રહે એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ફરીથી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઘટ્ટ થવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી રબડી ને બીજા વાસણમાં કાઢી પહેલા રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડી થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ચીલ ઠંડી કરી લ્યો

ફાલુદા બનાવવાની રીત

  • ફાલુદા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કોર્ન ફ્લોર / કસ્ટર પાઉડર લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ અને ગુલાબ જળ નાખી મિક્સ કરીલ્યો ત્યાર બાદ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા રહો ને ઘટ્ટ થવા દયો ને હલાવતા રહેવું ને ઘટ્ટ થવા દયો
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને ઝીણી સેવ બનાવવાની પ્લેટ મૂકી સંચો તૈયાર કરી કપડા થી પકડી ને એમાં તૈયાર થયેલ કોર્ન ફ્લોર નું ઘટ્ટ મિશ્રણ નાખી બંધ કરી લ્યો
  • હવે ઠંડા અને બરફ વાળા પાણી માં જેમ સેવ બનાવીએ એમ કોર્ન ફ્લોર ની સેવ નાખતા જાઓ ને પાંચ મિનિટ પછી તૈયાર સેવ ને કાઢી એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકી દયો

રબડી ફાલુદા બનાવવાની રીત

  • સર્વીંગ ગ્લાસમાં સૌથી પહેલા એક ચમચી ગુલાબ નો સીરપ બધી બાજુ ફેલાવી ને નાખો ત્યાર બાદ રબડી બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ  છીણેલો / કુટેલો બરફ નાખો અને એના ઉપર પલાળેલા તકમરિ (sabza) મૂકો એના પર ફાલુદાનાખો ઉપર ગુલાબ સીરપ અને ચેરી મૂકી તૈયાર કરો  રબડી ફાલુદા.
  • અથવા ગ્લાસ માં પહેલા તૈયાર રબડી નાખો એના ઉપર પલાળેલા તકમરી, વેનીલા આઈસ્ક્રીમ, ગુલાબ નો સીરપ, ફાલુદા અને ગુલાબ નો સીરપ, પિસ્તા ની કતરણ , કાજુ ની કતરણ અને ચેરી મૂકી ને પણ મજા લઇ શકો છો તો તૈયાર છે રબડી ફાલુદા.

Rabdi falooda recipe in gujarati notes

  • ફાલુદા તમે કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાઉડર બને માંથી બનાવી શો છો કોર્ન ફ્લોર થી બનાવશો તો સફેદ રંગ ના થશે પણ જો તમારે બીજા કોઈ રંગ ના બનાવવા હોય તો એ રંગ ના ફૂડ કલર ના બે ટીપાં નાખી દેશો તો તમારી પસંદ ના કલર ના ફાલુદા તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો