બચેલી દાળ ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન નાખો સાથે હાથ થી મસળીને અજમો, આમચૂર પાઉડર,હળદર, ગરમ મસાલો, લીલા મરચાંસુધારેલ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલીડુંગળી, મીઠું સ્વાદ અનુસાર ( દાળ માં મીઠુંહશે એટલે એ મુજબ મીઠું નાખવું ).
હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ચમચી તેલ અને બચેલી દાળ ( અહી દાળ જે તમારી બચી હોય એ ગમે તે હોય એનાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યોજો દાળ ઓછી પડે તો પાણી નાખી ને લોટ બાંધી લેવો.
બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી મુકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ને ત્યાર બાદ પા ચમચી તેલ લગાવી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી લ્યો ને ફરીથી કોરા લોટ વડે વણી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો શેકી લ્યો,
ત્યાર બાદ તેલ લગાવી ને બને બાજુ તવિથાથી દબાવી ને ગોલ્ડન શેકીલ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બચેલી દાળ ના પરોઠા.