સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં સોજી શેકવા માટે મૂકો. સોજી ગોલ્ડન કલર ની થાય ત્યાંસુધી શેકો. હવે એ સોજી ને એક બાઉલ માં કાઢી લો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,ચણા દાળ, અડદ ની દાળ, સૂકું લાલ મરચું નાખો.
રાઈ તતડે એટલે તેમાં લીમડા ના પાન અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
હવે તેમાં સમારેલા લીલાં મરચાં,આદુ નાખી શેકો. પછી તેમાં પાણી અને ખાંડ, મીઠું, ઘી નાખીને હલાવી લો.
એક ઉકાળો આવે એટલે તેમાં શેકેલી સોજી અને લીંબુ નો રસ નાખી હલાવી ને પાંચ મિનિટ સુધીધીમા તાપે ચડવા દો.
લીલાધાણા નાખી મિક્સ કરી કાજુ થી સજાવી સર્વ કરો.