લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ બનાવવા સૌપ્રથમ અડધો કપ લીલી મકાઈ ના દાણા ને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો હવે એક મોટા બાઉલમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં અધ કચરા પીસેલા મકાઈ ના દાણા, મકાઈ ના દાણા, લીલા મરચાં સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, છીણેલું મોઝરેલા ચીઝ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને પાંચ મિનિટએક બાજુ મૂકો.
હવે ગેસ પર એક તવી કે પેન માં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ કરી એમાં બે ચમચી તૈયાર કરેલ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ને બાજુ માં બીજી ને ચમચી મિશ્રણ મૂકી એને પણ ફેલાવી લ્યો આમ એક વખત માં જેટલા સમાય એટલા પેન કેક એક વખત માં તવી કેપેન માં કરો.
પેનકેક નીચે ની સાઈડ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પેન કેક કાઢી લ્યો ને બચેલા મિશ્રણ માંથી બીજા પેન કેક શેકી લ્યોઆમ બધા જ પેન કેક શેકી ને તૈયાર કરી લ્યો ને તૈયાર પેનકેક ને દહી ની ડીપ સાથે સર્વ કરો લીલી મકાઈ ના પેન કેક વિથ દહીં ડીપ.