લસુની ભીંડી દો પ્યાજ બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ બને બાજુ ની દાડી કાપી ને એક એક ભીંડા ના બે ત્રણ ભાગ માં કાપી લ્યો ને બધા ભીંડા ને કાપી એક બાજુ મૂકો ત્યાર બાદ ડુંગળીને છોલી સાફ કરી ધોઈ લ્યો અને ચાકુ થી દાડી વાળો ભાગ કાઢી એક ડુંગળી ને લાંબી લાંબી સુધારો.
બીજી ડુંગળી માંથી એક સરખા ચાર ભાગકરી એક એક સ્લાઈસ અલગ કરી લ્યો સાથે લીલા મરચા સુધારી લ્યો અને ટમેટા ને પણ મોટા મોટાસુધારી લ્યો, લસણ ની કણી ને ગોળ કે લાંબી સુધારો અને આદુ ને પણનાના લાંબા કટકા કરી લ્યો આમ બધી સામગ્રી સુધારી ને તૈયાર કરી લ્યો.
એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરી એમાં મોટા કટકા કરેલ ડુંગળી ને એક બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો અને ને મિનિટ પછી એમાં ભીંડા નાખી મિક્સ કરી ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લસણ ના કટકા અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં નાખી લાંબી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી નરમ થવા આવે એટલે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં દોઢ ટમેટા સુધારેલ નાખો ને ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવો ટમેટા નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડરઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી ને તેલ અલગ થવા આવે ત્યાંસુંધી શેકો.
એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરી એમાં મોટા કટકા કરેલ ડુંગળી ને એક બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો અને ને મિનિટ પછી એમાં ભીંડા નાખી મિક્સ કરી ફૂલ તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકી રાખેલ ડુંગળી ભીંડા નાખી મિક્સ કરી લ્યો.
ભીંડા ની ચિકાસ દૂર થાય ત્યાં સુધીધીમા તાપે ચડાવી લ્યો. (અહી એક બે ટીપાં લીંબુ નો રસ નાખવાથી ચિકાસ ઝડપથી દૂર થશે ) ભીંડા ની ચિકાસ દૂર થાય અને ભીંડા બરોબર ચડી જાય એટલે બીજ વગર નું ટમેટા ની સ્લાઈ નાખી મિક્સ કરી લ્યો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો લસુની ભીંડી દો પ્યાજ.