સોજી રોલ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સોજી નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ, દહીં, છીણેલું આદુ અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો,
ત્યારબાદ એક કપ પાણી નાંખી ફરીથી બરોબર પીસી લ્યો ને પીસેલું મિશ્રણ એક વાસણમાં કાઢી લ્યોને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
વીસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજો પા કપ પાણી નાખી થોડું પાતળું કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા,ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો .
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં એક થાળી ને એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી લ્યો,
ત્યારબાદ એમાં સોજી નું મિશ્રણ નાખો , મિશ્રણ પાતળી લેયર બને એટલું નાખવું ત્યાર બાદ કડાઈ માં મૂકેલા કાંઠા પર મૂકી ઢાંકી ને બાફી લ્યો
પાંચ મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યોને બીજી થાળી ને તેલ થી ગ્રીસ કરી એમાં સોજી નું મિશ્રણ નાખી બાફવા મૂકો આમ બધા મિશ્રણને થાળી માં નાખી બાફી લ્યો અને થાળી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એમ ચાકુ થી કાપા પાડીલ્યો અને એક બાજુથી ગોળ ગોળ રોલ બનાવી લ્યો આમ બધા જ રોલ તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો સોજી રોલ.