મુરુક્કુ બનાવવા સૌપ્રથમ દાડિયા દાળ ને સાફ કરી મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો હવે એક વાસણમાં દાડિયા દાળ ના પાઉડર ને ચાળી લ્યો સાથે ચોખા નો લોટ પણ ચાળી લ્યો ત્યારબાદ એમાં મસળી ને અજમો નાખો સાથે કલોંજી, ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે જરૂર મુજબ એમાં થોડુ થોડુ ગરમ પાણી ચમચાથી હલાવતા જાઓ ને લોટ મિક્સ કરતા જાઓ મિશ્રણને ભેગુ કરતા જાઓ, મિશ્રણ થોડુ ઠંડુ લાગે એટલે હાથ વડે બરોબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લ્યોને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાના મશીન માંજેવા આકાર ના મુરુક્કુ બનાવવા હોય એવી પ્લેટ મૂકી તેલ થી બરોબર ગ્રીસ કરી લ્યો હવેલોટ તેલ લગાવી બરોબર મસળી લ્યો અને લોટ લઈ સેવ મશીન માં નાખી બંધ કરી લ્યો .
હવે ગ્રીસ કરેલ ઝારા પર તેલ લગાવી ગોળ ગોળ ફેરવી મુરુક્કુ બનાવી લ્યો અને ગરમ તેલ માં નાખોને એક બે મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ હલકા હાથે ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો,
અથવા કપડા પર ગોળ ગોળ ફેરવી ને મુરુક્કુબનાવી લ્યો હળવા હાથે હાથ માં લઇ ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાયએટલે કાઢી લ્યો ને ઠંડા કરી ડબ્બા માં ભરી મજા લ્યો મુરુક્કુ.