સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા સૌપ્રથમ સરગવાના પાંદ તાજા નેકાચા પાંદડા ને ધોઇ ને સાફ કરી લ્યો તર બાદ પાંદડા ને દાડી થી અલગ કરી લ્યો હવે ચાકુની મદદ થી ઝીણા ઝીણા સુધારી એક વાસણમાં લ્યો હવે એમાં એક ડુંગળી ને ઝીણી સુધારેલી નાખો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી ને નાખો.
ત્યારબાદ એમાં આદુ પેસ્ટ, મરી પાઉડર, હળદર, કાશ્મીરી લાલમરચાનો પાઉડર, જીરું, ધાણા જીરું પાઉડર,આમચૂર પાઉડર, અજમો મસળી ને નાખો સાથે સ્વાદ મુજબમીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ ચાળી ને નાખો ને એને પણબધા મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.
હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બંધેલ લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ને ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી ને રાખી દયો ને વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો.
હવે કોરા લોટ લઈ રોટલી વણી લ્યો ને એના પર તેલ કે ઘી લગાવી લ્યો ને જે આકાર ની બનાવી હોય એ આકાર માં ફોલ્ડ કરી લ્યો ને ફરી કોરા લોટ ની મદદ થી વણી લ્યો ને ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો.
ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થીદબાવી ને ગોલ્ડન શેકી ત્યાર બાદ ઉતારી લ્યો ત્યાર બાદ બીજો પરોથો વણી લ્યો ને શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી ને શકો ને લસણ મરચા ની ચટણી સાથે સર્વ કરો સરગવાના પાંદ ના પરોઠા.