બુંદી માટેનું મિશ્રણ બનાવવા પાણી ક્યારે થોડું વધુ ઓછુ લાગી શકે છે.
ચાસણી જો મેલી લાગતી હોય તો એક ચમચી દૂધ નાખી ચાસણી ને ચોખ્ખી કરી શકો છો.
ચાસણી જામી ના જાય એ માટે ચાસણી માં બે ચાર ટીપાં લીંબુનો રસ નાખી શકો છો.
બુંદી માં તમે કેસર ના તાંતણા , મગતરી ના બીજ, કાજુ પિસ્તા ના કટકા નાખી શકો છો.
જો બુંદીમાં તમને ચાસણી વધારે લાગતી હોય તો ચારણી માં મૂકી દેવી વધારાની ચાસણી નીકળી જસે.