શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક મોટી સાઇઝ ની શક્કર ટેટીલ્યો એને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો અને બે સરખા ભાગ માં કાપી લ્યોત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો ને મોટા મોટા કટકા કરી લ્યો અને ઢાંકણ કરી પીસી લ્યો.
હવે એક બીજા વાસણમાં અમુક ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર વડે બરોબર ફેટી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી ગરી બરોબર એક બે મિનિટ બ્લેન્ડ કરી લ્યો.
હવે એમાં પીસી રાખેલ શક્કર ટેટી નાખી કટ અને ફોલ્ડ ની રીત થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં નાખો ને બરોબર બંધ કરી ફ્રીઝર માં મૂકો ને ઓછા માં ઓછી આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી દયો.
આખી રાત ફ્રીઝર માં આખી રાત મૂક્યા બાદ આઈસક્રીમ બરોબર જામી ગયેલ હસે જેના પર ડ્રાય ફ્રુટની કતરણ છાંટી ને ઠંડી ઠંડી મજા લ્યો મસ્કમેલોન આઈસક્રીમ.