અજમા મીઠા વાળા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને અજમા ને હથેળી માં મસળી ને નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી ઘી અથવા તેલ નાખો અને એને પણ બરોબર મિક્સ કરી લ્યો.
હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી કે તેલ લગાવી મસળી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટએક બાજુ મૂકો વીસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા કાપી લ્યો.
હવે એક લુવો લ્યો એને કોરા લોટ લઈ વેલણ વડે પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ એના પર બે ત્રણ ટીપાં ઘી કે તેલ લગાવી એના પર કોરો લોટ લાગવી ત્રિકોણ આકાર બનાવી લ્યો અથવા મનગમતા આકાર આપી દયો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી ત્રીઓક કરેલ લુવા ને પાછો કોરા લોટ સાથે પરોઠા ને વણી લ્યો ત્યાર બાદ ગરમ તવી પર નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ તવી પર થી ઉતરી લ્યો.
આમ બધા પરોઠા વણી તેલ કે ઘી લગાવી ફોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ફરી કોરા લોટ થી વણી લ્યો ને તવીપર તેલ કે ઘી લગાવી શેકી લ્યો ને બધા પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે અજમા મીઠા વાળા પરોઠા.