દ્રાક્ષ નું ખાટું મીઠું શાક બનાવવા સૌપ્રથમ દ્રાક્ષ ને દાડી થી અલગ કરી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે સરખા ભાગ માં અલગ અલગ કરી લ્યો,
હવે એક ભાગ ની દ્રાક્ષ ને ચાકુ થી બે કે ત્રણ ભાગ માં કટકા કરી એક બાજુ મૂકો અને બીજા ભાગને મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે કલોંજી, વરિયાળી નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં સુધારેલ દ્રાક્ષ નાખીએક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ દ્રાક્ષ નાખી મિક્સ કરી ચાર પાંચમિનિટ ચડાવી લેશું ને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું.
પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને બીજા બે ચારમિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ખાંડ અને છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ને ચડાવી લ્યો,
ત્યાર બાદ એમાં લીંબુ નો રસ નાખી ચડાવીલ્યો ને શાક ચડી ને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો દ્રાક્ષ નું ખાટું મીઠું શાક.