ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | Dry manchurian recipe in Gujarati | Dry manchurian banavani rit
મનચુરીયન બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં સૌપ્રથમ છીણેલું ગાજર ,છીણેલી કોબી, સાવ જીની સુધારેલ બિન્સ, જીના સુધારેલા કેપ્સીકમ,લસણની પેસ્ટ ,આદુની પેસ્ટ , જીની સુધારેલ બેથી ત્રણ ચમચી લીલી ડુંગરી ના પાન અથવા સુખી ડુંગરી, મેંદો, કોર્ન ફ્લોર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેના નાના ગોળાકરી લો ,ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ,બધા જ ગોળા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી કાઢી લો
હવે વઘાર માટે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટનાખી સાંતળો
ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ને 1-2 ચમચી કેપ્સીકમ નાખી 2 થી 3મિનિટ શેકો
ત્યારબાદ તેમાં વિનેગર, સોયા સોસ ,રેડ ચીલી સોસ ,ટોમેટો સોસ અને સ્વાદ મુજબ થોડું મીઠું ને મરી ભૂકો નાખી બરોબર મિક્સ કરો
પછી તેમાં પા કપ જેટલું પાણી નાખી બધી જ સામગ્રીનેબેથી ત્રણ મિનિટ ચડાવો,ત્યારબાદ તેમાં જે મન્ચુરિયનબોલ તારી ને રાખ્યા છે તે નાખો અને હળવા હાથે બધું જ મિક્સ કરી લો
છેલ્લે સર્વિસમાં પીરસતી વખતે ઉપરથી લીલી ડુંગળીનાપાન છાંટી ગરમાગરમ સોસ સાથે પીરસો ડ્રાય મંચુરિયન
Notes
જો લીલી ડુંગરી ના હોય તો સુખી ડુંગરી વાપરી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો