Go Back
+ servings
સાંગડી મરચા બનાવવાની રીત - Sangdi marcha banavani rit - Sangdi marcha recipe in gujarati

સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit | Sangdi marcha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાંગડી મરચા બનાવવાની રીત - Sangdi marcha banavani rit શીખીશું. આ મરચા મહારાષ્ટ્ર ના ફેમસ મરચા છે, જે એક વખત બનાવી ને બાર મહિના સુંધી મજા લઈ શકો છો આજ આપણે બે રીત થી આ મરચાબનાવતા શીખીશું. એક મરચા ને મસાલા સાથે ભરી ને તૈયાર કરીશું એનેબીજા મરચા ને દહી વાળા મસાલા સાથે ભરી ને તૈયાર કરીશું તો ચાલો Sangdi marcha recipe in gujarati શીખીએ.
3 from 1 vote
Prep Time: 28 minutes
Resting time: 4 days
Total Time: 4 days 28 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 થાળી

Ingredients

સાંગડી મરચા બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ લીલા મરચા

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 4 ચમચી વરિયાળી
  • 2 ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું

ડ્રાય મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી અજમો
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 3 ચમચી મસાલો
  • 2 ચમચી મીઠું
  • ¼ ચમચી હિંગ

દહીં વાળો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ તિંગાડેલું દહીં
  • 1-2 ચમચી મસાલો
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી અજમો
  • ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit | Sangdi marcha recipe in gujarati

  • સાંગડી મરચા બનાવવા મિડીયમ તીખા લીલા મરચા લ્યો એને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાવ લોટ કરી લેવા મરચા સાવ કોરા કરી લીધા બાદ એમાં ચાકુ થી ઉભા કાપા પાડી લ્યો ને મરચા ના બેસરખા ભાગ માં વહેચી નાખો.
  • હવે ગેસ પર એક કડાઈ માં વરિયાળી ને ધીમા તાપે હલાવતા રહો શેકી લ્યો વરિયાળી શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડી થવા દયો ત્યાર બાદ એમાં  મેથી દાણા નાખી ને શેકી લ્યો મેથી શેકાઈ જાય એટલે એને પણ અલગ કાઢી લ્યો ત્યારબાદ એમાં જીરું નાખી ને જીરું પણ શેકી લ્યો.
  •  બધા મસાલા શેકાઈ જાય એટલે બિલકુલ ઠંડાકરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી બધા મસાલા ને દરદરા પીસી લ્યો અને એ મસાલાના પણ ને ભાગ કરી લ્યો.

ડ્રાયમ સાલા વાળા મરચા બનાવવા માટેની રીત

  • એક વાસણમાં પીસી ને તૈયાર કરેલ મસાલો ત્રણ ચમચી, અજમો એક ચમચી,આમચૂર પાઉડર બે ચમચી,મીઠું બે ચમચી, હિંગ પા ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એક ભાગ મરચા લ્યો એમાં તૈયાર કરેલ ડ્રાય મસાલો ભરી ને એક વાસણમાં એકસરખા ગોઠવી નાખો.
  •  ત્યાર બાદ થાળી ને તડકા માં ચાર પાંચદિવસ મૂકી મરચા ને સૂકવી લ્યો મરચા બરોબર સુકાઈ જય ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.

દહીં વાળો મસાલો બનાવવાની રીત

  • એક વાસણમાં તિંગાડેલું દહીં અડધો કપ, પીસી ને તૈયાર કરેલ મસાલો બે ચમચી, ધાણા જીરું પાઉડરએક ચમચી,આમચૂર પાઉડર એક ચમચી, અજમો એક ચમચી,હિંગ બે ચપટી,મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરીલ્યો હવે એક એક મરચા માં કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી નાખો.
  •  ભરેલા મરચા ને એક થાળી માં મૂકતા જાઓઆમ બધા મરચા ભરી લ્યો ત્યાર બાદ થાળી ને ફૂલ તડકા માં ચાર પાંચ દિવસ મૂકી ને મરચા નેસૂકવી લ્યો ને મરચા સુકાઈ ને બિલકુલ ક્રિસ્પી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો.

સાંગડી મરચા તરવાની રીત

  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ.કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં સૂકવી ને રાખેલ મરચા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો સાંગડી મરચા.

Sangdi marcha recipe in gujarati notes

  • મરચાને બરોબર તડકા માં સૂકવવા નહિતર ફૂગ વડી જસે અને મરચા બગડી જસે.
  • મરચા હમેશા ધીમા તાપે તરવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો