એક વાસણમાં બાફેલા બટાકા ને બરોબર મેસ કરી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા,લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટમસાલો, જીરું, લીલા ધાણા સુધારેલા,મીઠું સ્વાદ મુજબ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્ટફિંગનો મસાલો તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી એક ભાગ નો ગોળ લુવો કરી કોરા લોટ ની મદદ થી વેલણ વડેરોટલી થી થોડી જાડી મોટી રોટલી બનાવી લ્યો. હવે રોટલી ની વચ્ચે એક નાની વાટકી મૂકી એની આજુ બાજુ બધે તૈયાર કરેલ સ્ટફિંગનું એક મીડીયમ જાડું પડ બનાવી ફેલાવી લ્યો હવે વાટકી ને ઉપાડી લ્યો.
હવે એમાં વચ્ચે અને કિનારી પર પાણી વારો હાથ લગાવી લ્યો અને ચાકુ કે કટર થી એમાં પહેલા પ્લસ માં કાપી લ્યો ત્યાર બાદ ફરી બીજો પ્લસ માં કાપો આમ નાના નાના ત્રિકોણ બને એમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક ત્રિકોણ ને બહાર થી અંદર ની બાજુ રોલ બનાવતા જાઓ આમ બધા ત્રિકોણ ના રોલ બનાવી લ્યો.
અથવા જો તમેને ત્રિકોણ ના બનાવવા હોય તો લાંબા ઊભા કાપા કરી એક બાજુ થી રોલ પણ કરી શકો છો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ રોલ નાખી બેચાર મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ચમચા થી ઉથલાવી ને બધી બાજુ મીડીયમ તાપે ગોલ્ડન તરીલ્યો આમ બધા રોલ સમોસા તૈયાર કરી ગોલ્ડન તરી લ્યો ને ત્યારબાદ ચટણી અને સોસ સાથે સર્વકરો બટાકા ના રોલ સમોસા.