આલુ ભુજીયા સેવ બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને બિલકુલ ઠંડા કરી લ્યોત્યાર બાદ એને છોલી ને સાફ કરી લ્યો અને છોલેલે બટાકા ને ઝીણી છીણી વડે છીણી લ્યો,
ત્યારબાદ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટમસાલો, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં એક બે ચમચી તેલ અને એક કપ બેસન ચાળી ને નાખો ને બરોબરમિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર લાગે તો બીજો અડધો કપ બેસન ચાળી ને નાખી બરોબર મિક્સકરી લ્યો ને નરમ લોટ બને એટલો લોટ મિક્સ કરી લ્યો હવે એમાં એક બે ચમચી તેલ નાખી લોટને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન માં ઝીણી સેવ ની પ્લેટ મૂકો તેલ લગાવી લ્યો અને એમાં બાંધેલો લોટ નાખી બંધ કરી નાખો.
તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં સેવ મશીન ને હલાવતા જઈ ગરમ તેલ માં સેવ પાડો ને ત્યાર બાદ એક બાજુ એક બે મિનિટ ચડવા દયો,
ત્યારબાદ ઝારા થી ઉથલાવી બીજી એક બે મિનિટ તરી લ્યો ને સેવ બરોબર તરી લીધા બાદ ઝારાથી કાઢી લ્યો અને બીજી સેવ તેલ માં પડીર ને તરી લ્યો અને સેવ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એરટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આલું ભુજીયા સેવ.