ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલકચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણીમાં નાખી પાણી નિતારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.
ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.