સાબુદાણા બટાકા ની ચકરી બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સદ કરી એકબે પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાબુદાણા ડૂબે ને ઉપર થોડું પાણી રહે એટલું પાણીનાખી ઢાંકી ને આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો.
બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી કુકર માં નાખી ને બાફી લ્યો ને બટાકા બફાઈ જય એટલે છોલી ને સાફ કરી લ્યો ને છીણી વડે છીણી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં અડધો ગ્લાસ પાણી નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા સાબુદાણા નાખી ગેસ મિડીયમ કરી એમાં લાલ મરચાનો પાઉડર / લીલા મરચાની પેસ્ટ,સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સ કરી ને હલાવતા રહો ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો.
સાબુદાણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી સાબુદાણા ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી ને છીણી રાખેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો.
હવે સેવ મશીન માં તેલ લગાવી ને એમાં તિયર કરેલ મિશ્રણ નાખી ને બંધ કરી પ્લાસ્ટિક પર સેવ મશીન ફેરવી સેવ પાડી લ્યો ને સેવ ને બે ત્રણ દિવસ સુધી સૂકવી લ્યો ને સેવ બિલકુલ સુકાઈ જાય ત્યાર બાદ ડબ્બા માં ભરી લ્યો.
હવે જ્યારે ખાવા ની હોય ત્યારે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચકરી નાખી ને બને બાજુ તરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સાબુદાણા બટાકા ની ફરાળી ચકરી.