પાનકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ મરચા નીપેસ્ટ, હળદર, હિંગ, દરદરા પીસેલા જીરું, લીલાધાણા સુધારેલા, ઘી અને ખાટું દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી એક થી દોઢ કપ માંથી બે ત્રણ ચમચી ઓછું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો.
તૈયાર મિશ્રણ ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો હવે કેળા ના પાંદ ને પાણી થી સાફ કરી નેકાપી ને ગોળ કે ચોરસ કટકા કરી લ્યો અને ત્યાર બાદ કેળા ના સીધા ભાગ માં તેલ લગાવી ને એક બાજુ મૂકો.
હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને કેળા પર તેલ વાળા ભાગ પર એક કડછી કે અડધો વાટકો મૂકી થોડા ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર બીજો કેળા નું પાંદ મૂકો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર મિશ્રણ વાળુ કેળા નું પાંદ મૂકો તવીથા થી થોડી દબાવી લ્યો ને ગેસ ને મીડીયમ તાપે શેકી લ્યો એક બાજુ એક મિનિટ શેકી લીધા બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ અડધી મિનિટ ચડાવી લ્યો.
આમ બને બાજુ ચડાવી લીધા બાદ તવી પર થી ઉતારી લ્યો ને બીજી પાનકી ને ચડવા મૂકો ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે કેળા ના પાંદ માં જ સર્વ કરો પાનકી.