હવે પીઝા ના લોટ ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો ને લોટ માંથી બે કે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ લ્યો ને કોરા લોટ ની મદદ થી વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો ત્યારબાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને પ્લેટ માં મૂકો.
હવે ઓવન ને 200 ડિગ્રી પ્રિહિટ કરી લ્યો એમાં પીઝા બેઝ વાળી પ્લેટ મૂકી સાત આઠ મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ પ્લેટબહાર કાઢી એમાં પીઝા સોસ લગાવી દયો એના પર મોઝારેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છાંટો ને ઉપર લસણ ની કતરણ મૂકો.
પીઝા ને ફરી 200 ડિગ્રી પર સાત થી આઠ મિનિટ બેક કરી લેવો નેત્યર બાદ પીઝા બહાર કાઢી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ને પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.
અથવા કડાઈ માં વચ્ચે કાંઠો મૂકી પાંચ મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીઝા ટ્રે મૂકોઅને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ પીઝા બહાર કાઢી એના પર મોઝારેલાં ચીઝઅને પ્રોસેસ ચીઝ, લસણ ની કતરણ નાખી પાછી ટ્રે ને કડાઈ માં મૂકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ પીઝા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લીલા ધાણા સુધારેલા નાખી પીઝા કટર થી કટ કરીમજા લ્યો જુવાર ના લોટ માંથી પીઝા.