ટિંડોડા નું અથાણું બનાવવા સૌ પ્રથમ કાચા કાચા ટિંડોડા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યોત્યાર બાદ કપડા થી લુછી કોરા કરી લ્યો અને ચાકુ થી બને બાજુ ની દાડી કાઢી ચાર કે છકટકા કરી લ્યો એક વાસણમાં કાઢી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને અડધો કલાક મૂકો અને ત્યાં સુંધી લસણ અને આદુ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને અડધા કલાક પછી ટિંડોડા ચારણી માં નાખી એમાં બનેલ પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા પર નાખી બીજા કપડા થી દબાવી થોડા કોરા કરી લ્યો અને ખુલા મૂકી સુકાવા દયો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ટિંડોડા નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર નાખી મિક્સ કરી નેબીજા પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યારબાદ એજ કડાઈ માં પા કપ તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી લસણ આદુ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો લસણ આદુ ની કચાસ નીકળી જાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી ધીમા તાપે એક મિનિટ ચડાવી લ્યો.
હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને સાથે ખાંડ નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યોબે મિનિટ પછી એમાં શેકી રાખેલ ટિંડોડા નાખી મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો,
ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને અથાણાંને ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય પછી કાંચ ની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી બે ત્રણમહિના સુંધી રોટલી, પરોઠા પુરી વગેરે સાથે મજા લ્યો ઇન્સ્ટન્ટ ટિંડોડા નું અથાણું.