મિક્સ વેજીટેબલ દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ તુવેર દાળ, મસૂર દાળ અને ફોતરા વગરની મગદાળ નાખી મિક્સ કરી લ્યો ને એક બે વખત પાણી નાખી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસપાણી નાખી અડધો કલાક પલાળી મુકો.
ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું , સૂકા લાલ મરચા અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ના કટકા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યોને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ દૂધી, ગાજર,ફણસી, ટમેટા , કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બધા શાક ને ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો બધા શાક શેકાઈ જાય એટલે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલોનાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલા સાથે બે મિનિટ શાક ને શેકી લ્યો ત્યાર બાદ એમાંપાણી નિતારી ને દાળ નાખો ને મિક્સ કરી ને દાળ અને શાક ને પાંચ મિનિટ શેકી લ્યો.
હવે એમાં એક લીટર અથવા ચાર પાંચ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સકરી પાણી ઊકળવા દયો પાણી ઉકળવા પાણી ઉકળવા લાગે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ધીમા તાપે ત્રણ સિટી વગાડી લ્યોત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો.
કૂકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી દાળ ને બરોબર હલાવી ને મિક્સ કરીલ્યો અને લીલા ધાણા સુધારેલા અને ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો મિક્સ વેજીટેબલ દાળ.