મેંગો શ્રીખંડ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગેસ પ્ર ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ ઉકાળી લ્યો દૂધ ઉકળે ત્યાં સુંધી બીજા વાટકા માં બે ચમચી મિલ્ક પાઉડર અને ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ને દૂધ ઊકળવા આવે એટલે એમાં મિલ્ક પાઉડર ને હલાવી ને નાખી દયો ને બીજી પાંચ મિનિટ હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો.
ત્યારબાદ ગેસ બંધ કરી દૂધ ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલેએમાં પા ચમચી દહીં નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને છ થી સાત કલાક જમાવી લ્યો દહી બરોબરજામી જાય એટલે એક કોટન ના સાફ કપડા ને ચારણી પર મૂકો એમાં જામેલા દહી ને નાખી દયો ને કપડા ની પોટલી બનાવી લ્યો.
હવે ચારણી ને તપેલી પર મૂકી દયો ને તપેલી ફ્રીઝ માં મૂકી દયો બે કલાક પછી કપડાપર વજન પડે એમ કોઈ વજન વાળી વસ્તુ મૂકી પાછું ફ્રીઝ માં મૂકી દયો ને છ કલાક પછી તપેલીફ્રીઝ માંથી કઢી લ્યો ને કપડા માં મસ્ત દહી નો ચકો બનેલ હસે એને એક વાસણમાં કાઢી લ્યો.
હવે મિક્સર જાર માં પાકા ને મીઠા હોય એવા આંબા ને પાણી મા અડધો કલાક ડુબાડી મૂકો ત્યારબાદ છોલી ને સાફ કરી એના ના કટકા કરી મિક્સર જાર માં નાખી પીસી ને પલ્પ બનાવી લ્યોને ફ્રીઝ માં મૂકી દયો ને થોડા આંબા ના કટકા કરી ને ફ્રીઝ માં મૂકો
હવે દહી ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એમાં આંબા નો પલ્પ, એલચી પાઉડર, પીસેલી ખાંડ નાખો બરોબર મિક્સ કરી લ્યો ને ખાંડ ને દહી માં ઓગળી લ્યો ખાંડબરોબર ઓગળી જાય એટલે દહી ને ઝીણી ચારણી માં નાખી ને ગાળી ને સ્મુથ કરી લ્યો.
હવે એમાં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લો ને ફ્રીઝ માં પાછું ત્રણ ચાર કલાક ઠંડુ થવા દયો શ્રીખંડ બરોબર ઠંડુ થઈ જાય ને સર્વ કરવાનું હોય ત્યારે ઉપર થી આંબાના કટકા , કેસર ના તાંતણાને ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો શ્રીખંડ.