સૌ પ્રથમ સાફ કરેલ સોજી ને મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ ચારણીથી ચાળી લેવી હવે એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર 1 ચમચી, પિગળેલું ઘીનાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં ગરમ પાણી નાખતા જઈ પહેલા ચમચા થી હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ વડે મિક્સ કરી નરમ લોટ બાંધો ને બંધેલાં લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ મૂકો.
વીસ મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ એના ત્રણ સરખા ભાગ કરી લ્યો ને એક ભાગ ને વણી ને મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ને જે આકાર નો નાસ્તો બનાવવા માંગતાહો એ આકાર ની કુકી કટર થી કટ કરી લ્યો અને એક પ્લેટ માં કાઢી લ્યો.
આમ ત્રણે ભાગ ને વણી ને કુકી કટર થી કટ કરી અલગ અલગ પ્લેટ માં મૂકી દયો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એક પ્લેટ માંથી એક વખત માં જેટલા સમાય એટલા નાખી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
બધા પીસ ને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજા પણ તરી લ્યો આમ બધા પીસ તરી લીધા બાદ ઠંડા થવા દયો બધા પીસ બરોબર ઠંડા થાય એટલે એક ભાગ ને ડબ્બા કે મોટા વાસણમાં મૂકો એના પર જરૂર મુજબ ફુદીના મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બીજા ભાગ માં તીખો ચટપટ્ટો મસાલો છાંટી ને બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે તીખો ચટપટ્ટો મસાલા. અને ત્રીજા ભાગમાં જરૂર મુજબ ચીઝ પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચીઝ મસાલા.