આંબા ફુદીના નું રાયતું બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને એના નાના નાના કટકા કરી લ્યો ને ફુદીના ના પાંદડા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
હવે મિક્સર જાર માં સુધારેલ મરચા, ફુદીના ના પાંદડા અને એક આંબા ના કટકા ને નાખી ને પીસી લ્યો ને જો જરૂર લાગેતો એક બે ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં ઠંડુ દહી લ્યો એમાં પીસી રાખેલ મરચા ફુદીના અને આંબા નો પલ્પ નાખો, સંચળ, મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ સવિંગ બાઉલ માં તૈયાર કરેલ રાયતું નાખો એના ઉપર બચેલ આંબા ન કટકા મૂકો ને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો આંબા ફુદીના નું રાયતું.