પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | લચ્છી બનાવવાની રીત | lassi recipe in gujarati | લસી બનાવવાની રીત
નમસ્તે મિત્રો આજે આપણે પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત શીખીશું. ઉનાળા ની ગરમી માં જો ઠંડી ઠંડી લસ્સી મળી જાયતો ખૂબ જ મજા આવી જાય અને જો એ લસ્સી ઓછા ખર્ચ માં વધુ સ્વાદિષ્ટ બની ને તૈયાર થયેલ હોય, તો તો વધુ મજા આવી જાય તો આજ આપણે બજારમાં મળતી એક લસ્સી ના ખર્ચ માં ઘરના બધા ને મળી શકે એટલી કુલ્લડ લસ્સી બનાવવાનીરીત – kullad lassi recipe - મેંગો લસ્સી– mango lassi banavani rit - રોઝ ફાલુદા લસી બનાવવાની રીત - ચોકલેટ લચ્છી બનાવવાનીરીત - chocolate lassi recipe in gujarati ઘરે બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 50 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 તપેલી
1 ઝેણી
Ingredients
કુલ્લડ લસ્સી બનાવવા માટેની સામગ્રી
1કપદહીં
¼ ચમચીએલચી પાઉડર
¼ ચમચીએલચી પાઉડર
4-5 ચમચીપીસેલી ખાંડ
3-4ચમચીદહીંની મલાઈ
1 ચમચીપિસ્તાને બદામ ની કતરણ
બરફના ટુકડા જરૂર મુજબ
1ચમચીટુટી ફૂટી
મેંગો લસ્સી બનાવવા માટેની સામગ્રી
1કપદહીં
1કપઆંબાના ઝીણા ઝીણા કટકા
2-3ચમચીપીસેલી ખાંડ
બરફના કટકા જરૂર મુજબ
1ચમચીટુટી ફૂટી
રોઝ ફાલુદા લસ્સી બનાવવા માટેની સામગ્રી
1કપદહીં
2-3ચમચીપીસેલી ખાંડ
2-3ચમચીગુલાબ શરબત
1-2 ચમચીગુલાબ ના પાંદડા
1ચમચીપિસ્તાની કતરણ
બરફના ટુકડા જરૂર મુજબ
ચોકલેટ લસ્સી બનાવવા માટેની સામગ્રી
1 કપદહીં
3-4 ચમચીપીગડેલી ચોકલેટ
2-3ચમચીપીસેલી ખાંડ
બરફના ટુકડા જરૂર મુજબ
1ચમચીપિસ્તાની કતરણ
કેળાની લસ્સી બનાવવા માટેની સામગ્રી
1કપદહીં
1કપકેળાના કટકા
2ચમચીકાજુના કટકા
¼ ચમચીએલચી પાઉડર
1-2 ચમચીડ્રાયફ્રુટ ની કતરણ
1ચમચીટુટી ફૂટી
બરફના ટુકડા જરૂર મુજબ
Instructions
lassi recipe | લસ્સીબનાવવાની રીત | lassi banavani rit | લસ્સી | lassi recipe i ngujarati | લચ્છીબનાવવાની રીત
કુલ્લડ લસ્સી બનાવવાની રીત | kullad lassi banavani rit
કુલ્લડ લસ્સી બનાવવા સૌ પ્રથમ દહી ઉપર જામેલી મલાઈ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ દહી નેઝેણી વડે બરોબર જેરી લ્યો હવે એમાં એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી ફરી બરોબર જેરી લ્યો ,
હવે એમાં ચાર પાંચ ટુકડા બરફ નાખી બે ગ્લાસ લઈ એક બીજા માં ફેરવી ફેરવી ને બરોબર મિક્સ કરી લ્યો ને સર્વિંગ ગ્લાસમાં નાખી ઉપર દહી ની મલાઈ ને પિસ્તા ની કતરણ ને ટુટી ફૂટીથી ગાર્નિશ કરી સર્વ કરો કુલ્લડ લસ્સી.
મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit
મેંગો લસ્સી બનાવવા મિક્સર જાર માં છોલી ને કટકા કરેલ એક આંબા ના કટકા નાખો સાથે દહી, પીસેલી ખાંડ, બરફ ના કટકા નાખી ને પીસી લ્યો ને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરી ઉપર આંબા નાકટકા અને ટુટી ફૂટી થી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો લસ્સી.
રોઝ ફાલુદા લસ્સી બનાવવાની રીત | rose faluda lassi recipe in gujarati
રોઝ ફાલુદા લસ્સી બનાવવા સૌ મિક્સર જાર માં દહી, પીસેલી ખાંડ, ગુલાબ શરબત, બરફ ના કટકા નાખી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ગુલાબ શરબત રેડી એમાં ફાલુદા નાખી પીસેલી લસ્સી નાખી ઉપરથી ગુલાબ ના પાંદડા ને પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરો રોઝ ફાલુદા લસ્સી.
ચોકલેટ લસ્સી બનાવવાની રીત | chocolate lassi recipe in gujarati
ચોકલેટ લસ્સી બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં દહી, ચોકલેટ સીરપ, પીસેલી ખાંડ, બરફના ટુકડા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં એકાદ ચમચી ચોકલેટ સીરપ નાખી ફેલાવી દયો ને એમાં તૈયાર કરેલ લસ્સી નાખી ઉપર ચોકલેટ ચિપ્સ અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો ચોકલેટ લસ્સી.
કેળાની લસ્સી બનાવવાની રીત | kela ni lassi banavani rit
કેળાની લસ્સી બનાવવા મિક્સર જારમાં દહી, એક થી દોઢ કેળા ના કટકા , પીસેલી ખાંડ , કાજુ, એલચી પાઉડર અને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો નેસર્વિંગ ગ્લાસ માં નાખી ઉપર ટુટી ફૂટી અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી સર્વ કરો કેળાની લસ્સી.
lassi recipe in gujarati notes
ખાંડ નું માત્રા તમે તમારી પસંદ મુજબ વધારે કે ઓછી કરી શકો છો.
દહીં ખાટું ના હોય એનું ધ્યાન રાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો