ગરમર નું અથાણું બનાવવા સૌ પ્રથમ ગરમર ને પાણી મા એકાદ કલાક પલાળી મુકો ત્યાર બાદ ઘસી નેધોઇ લ્યો અને એક તપેલી માં પાણી લ્યો ત્યાર બાદ મૂળિયાં થી અલગ કરી લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને પાણી મા નાખી દયો (ગરમર ને છોલી ને કે સુધારી ને હમેશાપાણીમાં નાખવા નહિતર કાળા પડે છે ).
બધી જ ગરમર ને છોલી લીધા બાદ એના નાના નાના આંગળી ની સાઇઝ ના કટકા કરી ને લીંબુના પાણીમાં એક બે કલાક પલાડી મૂકો ત્યાર બાદ ત્રણ ચાર પાણીથી બરોબર ધોઇ લ્યો બધા કટકા થઈ જાયત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો.
ત્યારબાદ કાંચ ની બરણી માં મૂકો એના પર કેરીનું મીઠા હળદર વાળુ પાણી નાખી ને દબાવી ને બરણી બંધ કરી દસ દિવસ હવા ઉજાસ વાળી જગ્યાએ મૂકો ને રોજ સવાર સાંજ હલાવતા રહો દસ દિવસ પછીચારણીમાં કાઢી લ્યો ને આમજ પણ અથાણું ખાઈ શકે છે.
પણ જોઆ અથાણાં નો સ્વાદ વધારવી હોય તો એ પલાળેલી ગરમર કપડા પર સૂકવી લ્યો ને ગરમર સુકાયત્યાર બાદ અથાણાં મસાલો ને સ્વાદ મુજબ મીઠું જરૂર લાગે તો નાખી બરોબર મિક્સ કરી લ્યોને આચરી ગરમર નું અથાણું તૈયાર છે મજા લ્યો આચરી ગરમર નું અથાણું.