વઘારેલી રોટલી બનાવવા માટે બચેલી રોટલી ના હાથ થી નાના નાના કટકા કરી એક વાસણમાં કરી લ્યો બધીજ રોટલી ના કટકા કરી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ (જો રોટલી મીઠા વાળી હોય તો એ પ્રમાણેમીઠું નાખવું ), આમચૂર પાઉડર પીસેલી ખાંડ નાખી બધી સામગ્રી નેરોટલી સાથે બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા નાપાન નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ના ભાગ નુંમીઠું નાખી મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં મસાલા નાખેલ રોટલી ના કટકા નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે ચાર પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લેવી વચ્ચે હલાવતા રહી ને શેકી ને ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી રોટલી બરોબર મિક્સ કરીલ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલી રોટલી.