ઘઉંની કણી નો હલવો બનાવવા સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી એને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર મિક્સ કરીલ્યો.
આમ ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો આમ ટોટલ ચાર ચમચી દૂધ, ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી પાણી વારાફરથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિશ્રણ ને મોટા કાણા વાળી ચારણી થી ચાળી લ્યો ને થાળી માં ફેલાવી ને પંખા નીચે ચાર પાંચ કલાક સૂકવી લ્યો અથવા ટ્રે માં ફેલાવી એક મિનિટ સૂકવી પણ શકો છો.
હવે ગેસ પર કડાઈ માં સૂકવેલા લોટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા,નારિયળ ની કતરણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ , ખસખસ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ને કપપાણી નાખી મિક્સ કરી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ને ખાંડ વાળુ પાણી ઉકળવા લાગે ને થોડી ચિકાસ પકડવા લાગે ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને શેકી રાખેલ ઘઉંની કણી, એલચી પાઉડર નાખી બરોબર મિક્સકરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો ઘઉંની કણી નો હલવો.