ખારા પુડલા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં એક કપ બેસન લ્યો
તેમાં અજમો, હળદર,છીણેલું આદું, સુધારેલ ડુંગરી ,ટમેટા , કેપ્સિકમ, ધાણા,મીઠું નાખી બરાબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને તેલ નાખી મિક્સ કરો
હવે તેમાં થોડું પાણી ઉમેરી જઈ મીડીયમ પાતળું મિશ્રણ તૈયાર કરો (આ મિશ્રણ તૈયાર કરવા આશરે1 કપ જેટલું પાણી ની જરૂર પડે છે)
તૈયાર મિશ્રણને દસથી પંદર મિનિટ ઢાંકણ ઢાંકી એક બાજુ મૂકી દો
હવે ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ મૂકો તેમાંતેલ લગાડી દયો અને ગેસનો તાપ સાવ ધીમો કરી કડછી વડે કે વાટકી વડે મિશ્રણ તવી પર નાખી બરોબર ફેલાવી ને પાતળો પુડલા કરી નાખો
હવે મિશ્રણની ધીમે તાપે ચડવા દો ,ઉપરની બાજુ બિલકુલ ચડી જાય એટલેતેના પર બ્રશ વડે તેલ લગાડી તેને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લો
આમ બધાજ પુડલા એક એક કરીને ધીમે તાપે બનાવીલો , આ પુડલાને લીલી ચટણી સાથે પીરસી શકાય છે