મસાલા પાવ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો એમાં ત્રણચાર ચમચી માખણ નાખી બને ને ગરમ કરી લ્યો માખણ ઓગળી ને ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ચડી જાય ત્યાં સુંધી શેકી લ્યો ટમેટા શેકાઈ જાય એટલે ચાર પાંચ ચમચી પાણી નાખી મેસર વડે મેસ કરી લ્યો.
હવે એમાં બાફેલા બટાકા ને મેસ કરી ને નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, પાઉંભાજી મસાલો અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી મિક્સ કરી પાણી ઊકળવા એટલે ફરી મેસર વડે બે ત્રણ મિનિટ મેસ કરી ને ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
હવે ગેસ ધીમો કરી નાખો ને તૈયાર કરેલ મસાલો એક બાજુ કરી કડાઈ માં બે ત્રણ ચમચી માખણ નાખી માખણ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં પાઉં ને ચાકુથી વચ્ચેથી કાપો પાડી ને માખણ પ્ર મૂકી શેકી લ્યો ને શેકેલ પાઉં માં તૈયાર કરેલ મસાલો ભરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા પાઉં.