બે પડવાળી રોટલી બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને નરમ લોટ બાંધો.
બાંધેલા લોટ ને બે ચાર મિનિટ બરોબરમસળી લ્યો ને ત્યાં બાદ લોટ પર એક ચમચી તેલ લગાવી ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકોઅડધા કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને એમાં થી એક સરખા છ કે આઠ ભાગ કરી લ્યો ને એકબાજુ મૂકો.
હવે બે ભાગ લ્યો એના લુવા બનાવી લ્યો ને બને લુવા ની એક એક બાજુ તેલ કે ઘી લગાવો એના પર કોરો લોટ બરોબર છાંટી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ભાગ ને એક સાથે કરી લ્યો ને હથેળી વડે દબાવી ને એક લુવો બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ થી હલકા હાથે વણી ને પાતળી રોટલી બનાવી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો ને તવી ગરમ થાય એટલે એમાં વણેલી રોટલી મૂકી બને બાજુ વારાફરથી દબાવી દબાવી ને ચડાવી લ્યો ને રોટલી તૈયાર કરી લ્યો અથવા બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો ને ત્યાર બાદ ઘી કે તેલ લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પરથી ઉતારી લ્યો.
આમ બે બે લુવા લઈ લુવા માં તેલ લગાવી એક લુવો કરી કોરા લોટ થી પાતળી વણી ને તવી પર બરોબર શેકી લ્યો આમ બધીજ રોટલી તૈયાર કરી લ્યો ને ઘી લગાવી ને મજા લ્યો બે પડવાળી રોટલી.