વેજ માયોનીઝ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ કાકડી ને ધોઇ સાફ કરીઝીણી સુધારી એક મોટા વાસણમાં નાખો ત્યાર બાદ એમાં ધોઇ સાફ કરેલ ટમેટા ના બીજ કાઢી નેએને પણ સુધારી ને નાખો અનેધોઇ ને કેપ્સીકમ ઝીણા સુધારી ને વાસણમાં નાખી દયો અને ત્યાર બાદ પાનકોબી ને ધોઇ પાણી નિતારી ને ઝીણીઝીણી સુધારી લ્યો અથવા છીણી વડે છીણી ને વાસણમાં નાખો.
હવે એમાં ગાજર ધોઇ છોલી ને છીણી ને નાખો ત્યાર બાદ કાકડી ને ધોઇ છોલી ને ઝીણી સુધારી ને બીજા શાક સાથે નાખી દયો આમ બધા શાક ને ધોઇ સાફ કરી સુધારી ને એક વાસણમાં નાખો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સફેદ મરી પાઉડર અને માયોનીઝ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી નાખો ને ત્યાર બાદ બધી બ્રેડ ની એકસાઈડ માખણ લગાવી લ્યો હવે માખણ વાળી સાઈડ માં તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ત્યાર બાદ બીજી બ્રેડ માં જે સાઈડ માખણ લગવેલ તે સાઈડ માયોનીઝ વાળી બ્રેડપર મૂકો ને થોડી દબાવી લ્યો.
આમ બધી માખણ લગાવેલ બ્રેડ ની એક બાજુ માયોનીઝ લગાવી બીજી બ્રેડ એના પર મૂકો ને બધી બ્રેડ તૈયાર કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી બે કે ચાર કટકા કરી લ્યો ને મજા લ્યો વેજ માયો સેન્ડવીચ.