દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં આખા સૂકા ધાણા, લસણ ની કણી, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા નાખી ને પ્લસ મોડ માં પીસી લ્યો ને એક બાજુ મૂકો.
હવે દૂધી ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ વાળી છીણી વડે છીણી લ્યો જો બીજ વાળી હોય તો બીજ અલગ કરી નાખવા ત્યાર બાદ છીણેલી દૂધ ને એક મોટા વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં સોજી નાખી ને સોજી ને છીણેલી દૂધી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં બેસન નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસેલો મસાલો, હાથ થી મસળી ને નાખો અને ગરમ મસાલો, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા,દહીં, તેલ, સ્વાદ મુજબ મીઠુંનાખી હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ મિનિટ એક બાજુ મૂકો.
ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકળવા દયો પાણી ઉકળે ત્યાં સુંધી દૂધી સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો નેથાળી માં તેલ લગાવેલ થાળી માં તૈયાર કરેલ.મિશ્રણ નાખી ને થાળી ને કાંઠા પર મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ત્યાર બાદ થાળી ને ઠંડી થવા દયો થાળી ઠંડી થાય ત્યારે એના ચાકુ થી કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો.