ફણગાવેલા મગ ના ચીલા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ ને બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણગ્લાસ પાણી નાખી ને આખી રાત પલાડી લ્યો બીજા દિવસે સવારે મગ નું પાણી નિતારી પલાળેલામગ ને ભીના કપડા માં બાંધી ને તપેલી માં મૂકી ને ઢાંકી ને બીજા દિવસની સવાર સુંધી એક બાજુ મૂકી દયો.
બીજા દિવસે સવારે મગ ફૂટી આવશે આ ફણગાવેલા મગ ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ દિવસ વાપરી શકાય છે.
ફણગાવેલા મગ ને મિક્સર જાર નાખો સાથે જીરું, આદુ કટકા, લીલા મરચા/ મરી,લીલા ધાણા સુધારેલા, મીઠું અને હિંગ નાંખી પીસીલ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને ઢોસા ના મિશ્રણ જેવું સ્મુથ પીસી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી પીસી રાખેલ મિશ્રણ નાખી નેફેલાવી ને ચિલ્લો બનાવી લ્યો ને ઉપર ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, ફણગાવેલ મગ અને ચાર્ટ મસાલો અને ઘી લગાવી ને બરોબર ચડાવી લ્યો ચિલ્લા ને બરોબર ચડાવી લીધા બાદ ઉતારી લ્યો ને બીજા ચિલ્લા પણ આમજ તૈયાર કરી સોસ કે ચટણી સાથે મજા લ્યો ફણગાવેલા મગ ના ચીલા.