Go Back
+ servings
સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી બનાવવાની રીત - Soji aalu vada sathe chutney banavani rit - Soji aalu vada with chutney recipe in gujarati

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી બનાવવાની રીત | Soji aalu vada sathe chutney banavani rit | Soji aalu vada with chutney recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સોજી આલું વડા બનાવવાની રીત - Soji aalu vada banavani rit શીખીશું. આ નાસ્તો તમે  જ્યારે કઈજ બનાવવાનું ના સુજે પણ કઈક અલગ ખાવું હોય તો આ નાસ્તો બનાવી શકોછે, આ નાસ્તોતમે કાચો તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને એક બે દિવસ સુંધી જ્યારે પણ ખાવા નું મનથાય ત્યારે તરી ને ખાઈ શકો છો,અને ઘર માં રહેલી સામગ્રી માંથી ખૂબ ઝડપથીતૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને પસંદ આવશે તો ચાલો Soji aalu vada recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી આલું વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બટાકા
  • 1 કપ ઝીણી સોજી
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 2 ચમચી સફેદ તલ
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ફુદીના ના પાંદડા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 3-4 લસણની કણી (ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી દાડિયા દાળ
  • 1 ચમચી સેવ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી દહી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney | Soji aalu vada with chutney recipe

  • સોજી આલું વડા વીથ ગ્રીન ચટણી બનાવવા સૌપ્રથમ આપણે વડા નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદવડા બનાવી તેલ માં તરી ને તૈયાર કરીશું એને છેલ્લે ગ્રીન ચટણી પીસી ને તૈયાર કરીશું.

સોજી આલું વડા બનાવવાની રીત

  • સોજી આલું વડા બનાવવા સૌ પ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ છીણી વડે છીણી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઇ ને પાણીમાં બોળી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ને તલ ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં છીણેલા બટાકા ના છીણ ને પાણી નીચોવી ને ઉકળતા પાણીમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યોને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
  • મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો પાંચ મિનિટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ વારા હાથ કરી મિશ્રણ માંથી નાના નાના વડા નો આકાર આપી એક પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા મિશ્રણ માંથી વડા બનાવી લ્યો ( તમે આ વડા ને સાવ ઠંડા કરી ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધીમજા લઈ શકો છો ).
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા વડા તરી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યોને ચટણી સાથે સર્વ કરો સોજી આલું વડા.

ગ્રીન ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદું નો ટુકડો, દાડિયાદાળ, જીરું, સ્વાદ મુજબ મીઠું, દહી, લીંબુ નો રસ, સેવ,હિંગ, સંચળ અને દહી નાખી ને પીસી ને ચટણી તૈયારકરી લ્યો ને ગરમ ગરમ વડા સાથે સર્વ કરો.

Soji aalu vada recipe in gujarati notes

  • અહી તમારા પાસે ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
  • વડાને ફૂલ તાપે જ તરવા.
  • લીલી ચટણી માં લસણ નાખવું ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો