લીચી શેક બનાવવા સૌપ્રથમ લીચી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી લ્યો અને ત્યાર પછી લીચી નાપલ્પ ને બીજ થી અલગ કરી બીજ થી અલગ કરી લ્યો ને નાના નાના મોટા કટકા કરી એક કપ લ્યો અને અડધો કપ લીચી ને મિક્સર જાર માંપીસી ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં લીચી ના કટકા નાખો સાથે ખાંડ નાખી ને મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ધીમા તાપે ચડવા દયો પાંચ સાત મિનિટ પછી લીચી ખાંડ સાથે બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી લીચી નાખી મિક્સ કરી ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા દયો વીસ મિનિટ પછી ચાસણી ઘટ્ટ થઈ જાય ને એક તાર બનવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ચડાવી લ્યો.
હવે ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો લીચી સ્લસ ને જ્યારે પણ શેક બનાવવો હોય ત્યારે બનાવી ને મજા લ્યો.