ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા સૌપ્રથમ કેરી કે આંબા ની ગોટલી ને ધાસ્તા થી તોડી ને અંદર થી ગોટલી કાઢી લ્યો આમ બધી જ ગોટલી કાઢી ને ધોઇ લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં ધોઇ નેરાખેલ ગોટલી નાખો સાથે ગોટલી ડૂબે એટલું પાણી ને સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી ને મિક્સ કરી ઢાંકીને પાંચ છ કલાક પલાળી ને મૂકો.
છ કલાક પછી ગોટલી ને હળદર મીઠા વાળા પાણી સાથે કુકર માં નાખો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમતાપે ત્રણ સિટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયોને હવા નીકળી જાય એટલે કુકર ખોલી ચારણી માં કાઢી પાણી થી અલગ કરી લ્યો ને ઠંડી કરવા મૂકો.
ગોટલી ઠંડી થાય એટલે ગોટલી પર ના ફોતરા અલગ કરી લ્યો ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા મોટી છીણી વડે છીણી લ્યો આમ બધી ગોટલી ને છીણી લીધા બાદ સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને ચોવીસ કલાક ઘરમાં સૂકવી લ્યો. ગોટલી બિલકુલ સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૂકવેલા ગોટલીનાખી ધીમા તાપે હલાવતા રહો ચાર પાંચ મિનિટ સેકી ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એમાંશેકેલ જીરું પાઉડર, અજમા નો પાઉડર, મરી પાઉડર / લાલમરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
મુખવાસ ને બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો ને મુખવાસ બિલકુ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ત્યારબાદ બાર મહિના સુધી મજા લ્યો ગોટલી નો મસાલા મુખવાસ.