મેંગો બરફી બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. આંબા ના કટકા અને મિલ્ક પાઉડર મિક્સર જાર માં નાખી ને પીસી ને પલ્પ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે આંબા અને મિલ્ક પાઉડર વાળો પલ્પ નાખો સાથે પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહો.
આ મિશ્રણને દસ થી પંદર મિનિટ સુંધી ધીમા તાપે હલાવતા રહો ને બરોબર શેકી લ્યો મિશ્રણ શેકાઈ ને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ છેલ્લે એમાં બીજી બે ચમચીઘી નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો નેમિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી થાળી કે મોલ્ડ માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરી લ્યો મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરવું.
મિશ્રણ નવશેકું થાય એટલે ગ્રીસ કરેલ વાસણ માં નાખી એક સરખી ફેલાવી લ્યો ને ઉપર બદામ, પિસ્તા અને કાજુની કતરણ છાંટીદબાવી સેટ થવા ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પચિ એના ચાકુ થી મનગમતા આકાર માં કટકાકરી લ્યો ને મજા લ્યો મેંગો બરફી.