Go Back
+ servings
દાલ મખની બનાવવાની રીત - dal makhani recipe in gujarati - dal makhani banavani rit - દાલ મખની રેસીપી

દાલ મખની બનાવવાની રીત | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

ચાલો આજે શીખીએ દાલ મખની રેસીપી, દાલ મખની બનાવવાની રીત , dal makhani banavani rit, dal makhani recipe in Gujarati
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
shocking time: 7 hours
Total Time: 7 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

દાલ મખની બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાળી દાળ( આખા અડદ ની દાળ)
  • 1 મુઠ્ઠી રાજમાં
  • 1 ચમચી મીઠું

દાળ તડકા ના પહેલા તડકા માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચા ઘી
  • 2 સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ - લસણ ની પેસ્ટ
  • 3-4 ટામેટા ની પ્યુરી
  • ½ ચમચી મીઠું
  • ½ ચમચી લાલ મરચું
  • 2-3 ચમચી લીલા ધાણા સમારેલા
  • 2 ચમચા  ધાણા પાવડર
  • 1 ચમચો જીરું પાઉડર
  • 1 ચમચો ગરમ મસાલો

દાળ તડકા ના બીજા તડકા માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચા માખણ ૨
  • ½ ચમચી લાલ મરચું પાઉડર
  • 2-3 ચમચી લીલા ધાણા સમારેલા
  • 2-3 ચમચા ફ્રેશ ક્રીમ

Instructions

દાલ મખની બનાવવાની રીત - Dal makhani recipe in Gujarati - dal makhani banavani rit

  • નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરવાથી જડપથી અને સ્વાદિષ્ટ દાલ મખની બનશે

દાલ મખની ની દાળ બાફવા માટે ની રીત

  • સૌ પ્રથમ દાળ ને અને રાજમાં ને ૮-૧૦ કલાક પહેલા પલાળી રાખો.
  • દાળ પલળી જાય એટલે તેને ધોઈ ને  એક કુકર માં નાખી ૩-૪ ગણું પાણી અને મીઠું નાખીને ગેસ પર મૂકો એક સીટી વાગે પછી ગેસ ધીમો કરી ૧૦ મિનિટ સુધી ચડવા દો પછી ગેસ બંધકરી દો.

દાળ તડકા બનાવવાની પ્રથમ રીત  

  • એક કડાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી નાખીગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખી અને મીઠું નાખીને ચડવા દો. ટામેટા ઘી છોડવા લાગે પછી તેમાં લાલમરચું ધાણા સમારેલા નાખી મિક્સ કરો.
  • પછી તેમાં બાફેલી દાળ અને રાજમાં નાખી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં ધાણા પાઉડર,જીરું પાઉડર, અનેગરમ મસાલો નાખી ને ૫ -૬ મિનિટ ધીમા તાપે ચડવા દો.

દાળ મખની ને તળકા દેવાની રીત બીજી

  • એક વઘરીયા/ કડાઈ માં ૨ ચમચા માખણ ગરમ કરી તેમાં લાલ મરચું પાઉડર નાખી ગેસ બંધ કરી દાળ મખની માં આ વઘાર નાખી ને દાળ નો ગેસ બંધ કરી લીલા ધાણા સમારેલા નાખી ને હલાવી લો.
  • ઉપર થી ફ્રેશ ક્રીમ નાખી ને સજાવો તૈયાર છે મસ્ત દાળ મખની.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો