કેરી નો રસ સ્ટોર - ફ્રોઝન આંબા કરવા હમેશા વરસાદ આવે એ પહેલા આંબા ને ફ્રોઝન કરવા લેવા. હમેશા કડક આંબા લ્યો જેથી કરી ને આંબા નો સ્વાદ બાર મહિના સુંધી એકદમફ્રેશ લાગે. હવે સારા પાકેલા આંબા ને પાણી માં અડધો કલાક કે કલાક પલાળી મૂકી દયો અને કલાકપછી આંબા ને પાણી માંથી કાઢી કપડા થી કોરા કરી લ્યો.
હવે આંબા ને છોલી ને સાફ કરી લ્યો અને ચેક કરી લ્યો બગડેલ નથી અને એક નાનો ટુકડો કાપી ખાઈને પણ ચેક કરી લ્યો કે સ્વાદ માં બરોબર છે ને જો સ્વાદ માં બરોબર નહિ હોય ને તમે બીજા આંબા સાથે કાપી ને રાખશો તો બીજા આંબા નો સ્વાદ પણ બગડી શકે છે એટલે ચેક કરી લેવા.
હવે છોલી સાફ કરેલ આંબા ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા માં પીસેલી ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે સાફ ને કોરી ઝીપ લોક બેગ લ્યો ને તમને જે પ્રમાણે આંબા ખાવા મટે જોઈતા હોય એ પ્રમાણે ના આંબા એક બેગ માં ભરી ને વધારા નું હવા કઢી પેક કરી લ્યો.
એક સાથે ઘણા આંબા ને મોટી બેગ માં પેક ના કરવા જે પ્રમાણે જોઈતા હોય એ પ્રમાણે જ પેક કરવા જેથી આંબા લાંબો સમય સુંધી સારા રહે આમ ત્રણ ચાર બેગ માં આંબા ના કટકા બેગ માં ભરી લ્યો ને બેગ ને પેક કરી ને ફ્રીઝર માં મૂકી દયો અને ત્યાર બાદ જ્યારે પણ આંબા ખાવાનું મન થાય એટલે એક બેગ કાઢો ને ઠંડક કાઢી ને મજા લ્યો આંબા નો રસ તો તૈયાર છે ફ્રોઝન આંબા.