જો તમને ઠેંચા માં તીખાશ જોઈએ તો તીખા મરચા લેવા જો તીખાશ ઓછી જોઈએ તો મિડીયમ તીખા અથવા મોરા મરચા લેવા. ઠેંચા ને બનાવવા સૌપ્રથમ તીખા મરચા / મોરા મરચા ને ધોઇ ને સાફ કરી લ્યો અને કપડાથી કોરા કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી લ્યો ને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને લસણ ની કણી ને પણ ફોલી ને સાફ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈ અથવા તવી ને ગરમ કરવા મૂકો એમાં સૌ પ્રથમ સીંગદાણા ને ધીમા તાપે હલાવીને શેકી લ્યો સીંગદાણા ને બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા મૂકો અને ઠંડા થાય એટલે સીંગદાણા ને હાથ થી મસળી ને ફોતરા અલગ કરી લેવા.
હવે એજ કડાઈ અથવા તવી માં મરચા ના કટકા નાખી ને મરચા ને ફૂલ તાપે બે ચાર મિનિટ સુંધી દબાવી દબાવી શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ને દબાવી ને બે મિનિટ શેકો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો.
બે મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં લસણ ની કણી નાખી ગેસ ધીમો કરી એને પણ બે મિનિટ શેકી લ્યો લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને એના સાથે જીરું નાખીને મિક્સ કરી કડાઈમાં રહેવા દયો ત્યાર ઠંડા થવા દયો.
હવે એક વાસણમાં શેકેલ સીંગદાણા, શેકેલ મરચા, લસણ, જીરું નાખો સાથે સાફ કરી ધોઇ ને કોરા કરેલ લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ખંડણીમાં અથવા ખરલમાં થોડું થોડુ નાખતા જઈ ફૂટી લ્યો અથવા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક બે વખત હલાવી ને પીસી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ઠેંચા ને નાખો ને હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો બે ચાર મિનિટ મિડીયમ તાપે શેકી લ્યો ને બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી ને વાટકા માં કાઢી લ્યો ને મજા લ્યો ઠેંચા.