અડદના પાપડ નું શાક બનાવવા સૌપ્રથમ અડદ ના પાપડ ને તવીપર અને દબાવી ને શેકી લ્યો આમ બધા પાપડ ને શકી લ્યો ત્યાર બાદ એના કટકા કરી એક બાજુમૂકો. હવે એક વાસણમાં દહી લ્યો એમાં ધાણા જીરું પાઉડર, હળદર,લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દહીં નો પેસ્ટ બનાવી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, સૂકા લાલ મરચા, રાઈ, જીરુ અનેહિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુ લસણનીપેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને આદુ લસણ ની કચાસ નીકળી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે ગેસ બંધ અથવા ધીમો કરી નાખો ને એમાં દહી નો પેસ્ટ નાંખી ને મિક્સ કરીને દહી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો દહી ગરમ થઇ જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને કસુરી મેથી ને મસળી ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.
ચાર મિનિટ પછી અડધો કપ થી એક કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ફરીથી ગ્રેવી ને ઉકાળી લ્યો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં પાપડ ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ત્યારબાદ ગેસ બંધ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો અડદ ના પાપડ નું શાક.