મકાઈ નો ચેવડો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં બે ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, આખા ધાણા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ને ધીમા તાપે શેકી ને બરોબર ક્રિસ્પી કરી લ્યો અને મીઠા લીમડાના પાન ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ , બદામ, કીસમીસ નાખી ને ધીમા તાપે શેકી લ્યો ને ડ્રાય ફ્રુટ ગોલ્ડન થવા લાગે ત્યાંસુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી એના પર એક ચમચી તૈયાર કરેલ મસાલો છાંટીને મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.
હવે એજ કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સીંગદાણા નાખી ધીમા તાપે બરોબર શેકી લ્યો સીંગદાણા શેકાઈ ને બ્રાઉન થાય એટલે એમાં તૈયાર કરેલ મસાલો અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મકાઈ ના પૌવા ને સાફ કરી લ્યો. તેલ બરોબર ગરમથાય એટલે એમાં થોડા થોડા મકાઈ ના પૌવા નાખી ને તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો આમ બધાજ મકાઈના પૌવા ને તરી ને તૈયાર કરી લ્યો અને તારેલ મકાઈના પૌવા પર તૈયાર કરેલ મસાલાની એકાદ ચમચી અને સ્વાદ મુજબ મીઠું છાંટી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ત્યારબાદ પૌવા ને સાફ કરી ને ગરમ તેલ માં નાખી ને તરી લ્યો ને પૌવા બરોબર તરી ને બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા નારિયળ ની કતરણ ને લાઈટ ગોલ્ડન તરી લ્યો આમ બધી સામગ્રી ને તરી અથવા શેકી ને તૈયાર કરી લ્યો.
હવે એક મોટા વાસણમાં એક એક કરી ને બધી સામગ્રી, તરી રાખેલ મસાલા વાળા મકાઈના પૌવા, તરી રાખેલ પૌવા,તરી રાખેલ નારિયળ ની કતરણ, શેકેલ મસાલા,શેકેલ મસાલા વાળા ડ્રાય ફ્રુટ, શેકેલ મસાલા વાળાસીંગદાણા અને તૈયાર કરેલ મસાલો, પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સકરી લ્યો અને જરૂર લાગે તો મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો તવા દયો ચેવડો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી ને મજા લ્યો મકાઈ નો ચેવડો.