ભરેલા ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ આપણે એક વાટકા માં ધાણા જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર, આદુ લસણની પેસ્ટ (જો લસણ ના ખાતા હો તો ના નાખવું)અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગલકા ને ધોઇ ને લ્યો ને ચાકુ ના પાછળ ના ભાગ થી ગલકા ને હલકા હલકા છોલી ને સાફ કરી લ્યો ને ચાકુ થી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો અને ફરીથી બરોબર ધોઇ ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગલકા ને બરોબર વચ્ચે લાંબોઊભો કાપો પાડી લ્યો ને એ કાપા માં તૈયાર કરેલ મસાલો બરોબર દબાવી ને ભરી લ્યો ને એકબાજુ મૂકો.
બધા ગલકા ભરી લીધા બાદ જે સાઇઝ ના કટકા જોઈએ એ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા ગલકા મૂકો ને ઢાંકી મિડીયમ તાપે પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો.
પાંચ મિનિટ પછી ચમચા થી ગલકા ને ઉથલાવી ને ફેરવી નાખો ને બચેલો મસાલો એના ઉપર છાંટી નાખોને ફરી પાંચ મિનિટ ઢાંકી ને ચડવા દયો ( અહી તમને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો ) પાંચ મિનિટ પછી ગલકા બરોબર ગરી ને ચડી ગયા હોય તો ગેસ બંધ કરી નાખો નહિતર બીજીબે મિનિટ ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા છાંટી ને ગરમ ગરમસર્વ કરો ભરેલા ગલકા નું શાક.