એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર અને ઘી નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોજી અને બે ચમચી દૂધ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને એને પણ ઢાંકી એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી સોજી ને ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેંદા સાથે સોજી ને બરોબર મિક્સ કરી ને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર લાગે તો એક એક ચમચી દૂધ નાખી ને કઠણ લોટ બાંધીલ્યો ને ત્યાર બાદ લોટ ને બરોબર મસળી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો અડધા કલાક પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો.
હવે લોટ ના એક સરખા બે ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ નો લુવો બનાવી ને થોડા કોરા લોટ ની મદદ થી થોડી જાડી રોટલી વણી લ્યો ને જે સાઇઝ ના સાટા બનાવવા હોય એ સાઇઝ ના ગોળ કટકા કરી લ્યો અને કાંટા ચમચી થી કાણા કરી લ્યોને એક થાળી માં મૂકતા જાઓ આમ બધા લોટ માંથી સાટા તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. ઘી નવશેકું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તૈયાર કરેલ સાટા ચાર પાંચ નાખી ને ગોલ્ડન તરી લ્યો એક વખત સાટા નીચેના ભાગે થોડી ગોલ્ડન થાય એટલે ઉથલાવી નાખવી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લેવા આમ થોડા થોડા કરી બધા સાટા તરી લ્યો ને એક બાજુ મૂકો.